એકલા ચાલી ગયા છે.
એકલા ચાલી ગયા છે.
1 min
1.1K
એકલાં ચાલી ગયાં છે આ સફરમાં એ કશે.
હાલ તો મારા વગર 'રે છે કસરમાં એ કશે.
જિંદગીના આ વળાંકો સ્હેજ સહેમાવી ગયાં,
એટલે રસ્તે મળ્યાં નીચી નજરમાં એ કશે.
કે જતાવી ના શક્યા જે વાત વર્ષોથી કદી!
જો કહી ગ્યા એક નાનીશી કદરમાં એ કશે.
યાદ મારી આદતોને એ ઘણી કરતાં હશે.
એમ તો રહેતા હશે મારી અસરમાં એ કશે.
હાથ ફેલાવી ઉભી છું હું "ખુશી"થી માર્ગમાં,
આવશે મંજિલ ભણી ચાલી ડગરમાં એ કશે.