હોઠ આ ખૂલ્યાં નહીં.
હોઠ આ ખૂલ્યાં નહીં.


લાગણીની વાત કહેવા હોઠ આ ખૂલ્યાં નહીં.
માંગવા એ પ્રેમને આ હાથ પણ ઊઠ્યા નહીં.
મેં લખી એવી ગઝલ કે શબ્દને ફાંફા પડ્યા,
ને કલમ સરકી બિચારી અર્થ કંઈ સૂજ્યા નહી.
આ તરફ આવી અને ચાલ્યાં ગયાં છે એ કશે,
તે છતાં પણ એ કદી મારું વદન ભૂલ્યા નહીં.
રોકવા'તા એમને મારે સડક પર ભીડમાં,
એટલું કહેવા ખભે પણ હાથ મેં મૂક્યાં નહીં.
શોધતા'તા એ "ખુશી" વર્ષો પછી આવ્યા હવે,
જો સફર લાંબી હતી પણ શ્વાસ એ ફૂલ્યા નહીં.