પરમ સ્વપ્ન...
પરમ સ્વપ્ન...
1 min
451
આ તમન્નાઓ ઓગળે એક માત્ર તારા જ મધુર સ્મરણથી
મારૂં ક્યાં કોઈ જ વજૂદ હોય છે પછી તારા વિસ્મરણથી,
તારી યાદોની ક્ષણોના કણ કણથી જોડાયું અસ્તિત્વ મારૂ
વાકેફ છું હું પણ તારા અંતરના અનંત ઉભરતા રણથી,
આંજીને બેઠો છું હું આંખોમાં તારા નામના મીઠાં ઉજાગરા
હવે જો છલકી રહ્યો પ્રેમ સાગર આ જીવના જાગરણથી,
મારો કિનારો બનીને હવે અટકાવો તમે મને નહીંતર
રેલાઈશ તારી હસ્તી ઉપર એક ભીના ભીના આવરણથી,
વિખરાવા દે મારી હસ્તીના એક એક કણ ને રજકણ બની
પછી અનુગ્રહીત થવા દે તું એકવાર તારા શરણથી,
એક "પરમ" સ્વપ્ન બન્યું હકીકત જીવન તારા ઈશારે
પ્રગટ્યું કેવું આ "પાગલ"પન તારા અચાનક અવતરણથી!