STORYMIRROR

Devanand Jadav

Others

4  

Devanand Jadav

Others

અધૂરપ

અધૂરપ

1 min
364

નિઃશબ્દ હરફ છું,

છતાંય ગુનેગાર બનું છું,

એક સાંધુ તેર તૂટે,

છતાંય આકાર બનું છું.


સંજોગને મારી સાથે,

પડ્યો છે એ પનારો,

ચાહું કે ના ચાહું,

છતાંય શિકાર બનું છું.


જૂજ ઈચ્છાઓ સાથે,

નાતો રહ્યો છે હવે,

બસ એજ અધૂરપ,

છતાંય જંજાળ બનું છુ.


મોજા છીપને,

ક્યાં ડુબાડી દઈ શકે ‘કિરન’

સામે પવને રહ્યો છું,

છતાંય પ્રવાહ બનું છું.


ઓ ખુદા તુજ હવે,

મારો કોઈ દાવ ખેલી દે,

છે આખરી પેતરો મારો,

છતાંય હાર બનું છું.


Rate this content
Log in