STORYMIRROR

Devanand Jadav

Romance

4  

Devanand Jadav

Romance

હું વરસાદ છું

હું વરસાદ છું

1 min
521

સાવ કોરે કોરો આમ તો હું વરસાદ છું,

ભીંજવે તુંજ સજન તો હું વરસાદ છું,


ચપટી કંકુ સમ ઓવારણાં લે આભ તું,

એના ઘરને આંગણે ઉભો હું વરસાદ છું,


છે રીત મારી નોખી ને નિયમ એના જુદા,

એને ક્યાં સમજાવું કહો હું વરસાદ છું,


ઝરમર આંખે કાળું ડિબાંગ કાજળ ડોકે,

લાગે નહીં એની નજર જોજો હું વરસાદ છું,


હવે ક્યાં ભવ ભવ ના જોવા લેખ 'કિરન'

અબઘડી વરસી જ લઉં તો હું વરસાદ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance