ઋણાનુબંધ
ઋણાનુબંધ


આંખોથી ભીતરે સહજભાવે પણ રચાતો કેવો બંધ છે,
આપણી વચ્ચે આમ જ પ્રસરતો કેવો ઋણાનુબંધ છે,
આમ તમે સાવ જ નિકટ બની રહ્યા છો હરેક પળમાં,
મળો છો ખુલ્લા હૃદયથી એ ઉજવાતો કેવો પ્રસંગ છે,
રહે છે કાયમ એક જ ધરપત મને તમારા મિલનની,
શું કહું કે વિરહના અભાવમાં પણ તારો કેવો સંબંધ છે,
આમ તો અમે સમયના ક્યાં રહ્યા છીએ પાબંદ’કિરન’,
છતાંય આપણા વ્હાલપનો કુદરતે કર્યો કેવો પ્રબંધ છે,
છું તારા શ્વાસમાં, રહું છું ભીતરે તારા હરફના પ્રાસમાં,
તને ઝંખું છું હરેક ગઝલમાં જુઓ કેવો પ્રાસાનુંબંધ છે.