STORYMIRROR

Dr Sejal Desai

Romance

3  

Dr Sejal Desai

Romance

હૈયાંથી હોંઠોની સફર

હૈયાંથી હોંઠોની સફર

1 min
458


આ હૈયાની વાત હોઠોં પર આવશે કદી ?

લાગણીઓ શબ્દ બની નિખરશે કદી ?


દિલમાં ઉઠેલ ભરતીને ઓટ આવશે કદી ?

મધદરિયે ઝઝૂમતી નૌકા પાર થશે કદી ?


કોરો કાગળ અક્ષરોથી શોભશે કદી ?

બંધ પડેલ કલમને વાચા મળશે કદી ?


હૈયાથી હોંઠોની સફરને મુકામ મળશે કદી?

અવિરત લાગણીઓના પ્રવાહ ને વિરામ મળશે કદી ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance