ના કરતા.
ના કરતા.
વચન ચાહતા હોય તો
મારું ચયન ના કરતા !
ઉંચેરી આશાઓ સાથે,
સ્નેહનું વહન ના કરતા,
સમય મુજબ ટેવાઈશ હું,
તેના માટે હવન ના કરતા,
કંઈક ધબકાર છે અહીં,
દયા કરી દહન ના કરતા,
હું અને બીજું ઘણુંબધું છે,
દેખી મોટા નયન ના કરતા,
મને છોડી શકો ગમે ત્યારે,
ખોટેખોટો સહન ના કરતા,
અતિ સર્વત્ર નુકશાનકારક,
એમ પ્રેમનું હનન ના કરતા.