મીઠી મુલાકાત
મીઠી મુલાકાત
તારલિયાથી મઢેલ એ રઢીયાળી રાત હતી,
સાથે ચાંદનીના ઉજાસની સોગાત હતી.
હવા મધુર સંગીતની છોળો ઉડાડતી હતી,
રાતરાણીની માદક ખૂશ્બુ રેલાતી હતી.
પ્રેમમાં મગ્ન બે દિલોની એ મીઠી મુલાકાત હતી,
આકાશમાથી જાણે અમીવર્ષા વરસતી હતી.
આંખો હરખના અશ્રુની ધારથી તરવરતી હતી,
ચહેરા પર શરમની આછી રેખા ઉપસતી હતી.
અધર પર અધર મળ્યાની અનોખી અનુભૂતિ હતી,
ચુંબનની વર્ષાથી અંતરમાં જાણે અનેરી તૃપ્તિ હતી.

