પરમ કાવ્ય
પરમ કાવ્ય
1 min
631
ધરતી ઉપર આ કોણ ઊભુ અડગ
બે હાથમાં આખું આકાશ લઈને
આંખોમાં ચમક સોનેરી સોહી રહી
આમંત્રણ એક અનોખું ખાસ લઈને
તમારા કદમોમાં આહટ મંઝિલની
ઉભુ ભાવિ સામે નવી આશ લઈને
અહેસાસને સમેટી ઊભા એકાંત
નવા અરમાનોનો આભાસ લઈને
ખુદ જ કૃષ્ણ ને ખુદ રાધા બની
જીવી રહ્યા કર્મયોગનો રાસ લઈને
તમારું જીવન ખુદ એક "પરમ" કાવ્ય
તમે મઠારી રહ્યા "પાગલ" છંદ થઈને

