Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Others Romance

3  

Sheetal Bhatiya

Others Romance

માનું છું !

માનું છું !

1 min
167


છે તારો સાથ મારી સાથે કાયમનો એ તો માનું છું !

પણ હું તો સાથના સહવાસને માનું છું!


સુંદરતા મળે મને સોળે શણગારથી દિવ્યમ ,

પણ પ્રીતના વ્હાલને ખરું સૌંદર્ય હું માનું છું !


જો હોય જીવનમાં વેણ મીઠા મધુરા વ્હાલમ,

મળે આનંદ અંતરનો એમાં હું માનું છું!


નામ જોડાઈ તારું મુજ સંગે એ ઘડી તો ચાહું છું,

પણ એકમેકના નામથી બને ‘જીવન અર્થ’ એમાં હું માનું છું !


ભીતરના ખાલીપાની વેદનાથી પળેપળ હું દાઝું છું,

આવી પળો પણ જીવન સંગીતમાં બદલે એમાં હું માનું છું !


સપનાની દુનિયા મારી સ્વપ્નની જ રહી ભલે,

છતાં ‘સ્વપ્નીલ ‘ થઈ મુજ જીવનનો મર્મ શોધવામાં માનું છું !


Rate this content
Log in