Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Tragedy Fantasy

4  

Katariya Priyanka

Tragedy Fantasy

મનની તરસ

મનની તરસ

1 min
416

ભીડમાં વાગે છે મને, એકલતાની કરચ,

જાણે મધદરિયે લાગી હો પાણીની તરસ,

એકાંતમાં ખૂંચે છે આ વરસાદી વાંછટ,

ગમવા લાગી છે શાંત શમણાંઓની તરસ,

ક્યાંક વીતી ન જાય જન્મારો રાહ જોતા,

સંગાથનાં સ્વપ્નોની પીધા કરું છું તરસ,

વાતો, યાદો ને ફરિયાદો કંઈ કેટલી કરવી,

લાગી છે, પ્રેમમાં તરબોળ થવાની તરસ,

જિંદગીનાં કોયડાઓની ગૂંચ છે ક્યાં ઓછી ?

તોય વધતી જ રહે છે અપેક્ષાઓની તરસ,

સઘળું ભલે ને લાગતું હો ઠરીઠામ ને સરસ,

તું,મને શોધે તારામાં, એવી છે મનને તરસ,

અબોલાની ભેટ શીદને ધરો છો આ વાચાળને ?

"સરગમ"ને છે તારા સ્નેહભર્યા શબ્દોની તરસ.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy