Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti rathod "krushna"

Fantasy

4  

Jagruti rathod "krushna"

Fantasy

વરસુ અનરાધાર

વરસુ અનરાધાર

1 min
249


ઘનન ઘન ગરજે મેહુલિયો

નભમાં ચમકે વીજ !

તાત જગતના હાથ નેજવે

આવી અષાઢી બીજ !


ધરતી તરસી 

ન વાદળી વરસી !

વરસે મેઘો આસ જાગેલી

હૈયે ઉછળે થનગનતી હેલી !


ધરતી તરસે ચાતક તરસે

ક્યારે નભથી અમૃત વરસે !

પાડી ચાસ ખેતરે ખેડુ

સ્નેહભર્યું કરે મેઘાનું તેડું !


વાવવા બીજ, જમવા કંસાર !

મન મૂકીને મેહુલિયા વરસો અનરાધાર !

રિસાઈ ધરા જોને જરા,

વરુણ હવે તો રીઝ !

રખે ને આ વસુંધરાને,

ચડશે જોને ખીજ !


પિગળ્યું ઉર ગગન તણું

ઝરમર ઝરમર વરસતા ઘણું !

પૂછે ધરાને વહાલથી !

તું આલિંગન આપવા છે તૈયાર ?

તો હું વરસુ અનરાધાર...... !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy