મલકે ધરાની છાતડી
મલકે ધરાની છાતડી
આષાઢ કેરી મેઘલી રાતે મિલન સુખ માણશું ભઇ,
સંવાદ રૂડા પ્રેમના સંગાથ લઇને, આવશું ભઇ.
ઢેલડ, બપૈયા, મોર પણ મદહોશ! થઇ ને મ્હાલતાં ભઇ,
ઉર તરબતર કરશું ઉભય, મન મોકળું લઇ નાચશું ભઇ,
આ આભ ઝરુખે એકલું બેસી રડે છે કોણ વ્હાલું ?
અમરત ઝરે ઉરનાં, રડીને રાત દિન એ જાણશું ભઇ ?
વાયુ વહે છે રંગમાં છલકે ખુશી મુજ અંગમાં ભઇ,
હરખે નયન જગ તાતના મલકાટ આજે ભાળશું ભઇ.
મલકે ધરાની છાતડી! ચોપાસ છે આનંદ મંગલ !
અણમોલ ક્ષણ 'શ્રી' સાંપડી છે આજ ગાંઠે બાંધશું ભઇ.
