Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance Fantasy

4  

Parag Pandya

Romance Fantasy

તોય કહે છે બહુ જીદ્દી

તોય કહે છે બહુ જીદ્દી

1 min
242


પ્રશ્ન પૂછું પણ ના આપે જવાબ તો હઠ તો કરુંને,

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


બધાં ભલે છોડી દે તને પણ મને તો તું છે લવેબલ,

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


મેં એને આપ્યું પ્રોમીસ સંગ રહેવાનું પછી "કમ વોટ મે",

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


સલાહ વિરુદ્ધ મારી નિર્ણયો લઈ પરિણામોથી નર્વસ,

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


અટ્ટહાસ્ય કરવા ક્યાં કહું છું, મલકાવ એવું જ ક્હ્યું છે,

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


જીવન બહુ ટૂંકું છે, થોડીવાર ઈશ્કની મઝા તો લઉંને ?

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


કે'છે હું બોલું બૌ ઓછું, હા પણ કોઈકવાર તો બોલ,

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


બોલે નહીં તો ડર તો લાગે ને અગમ્ય મનનાં પ્રશ્ર્નોનો !

તોય કહે છે બહુ જીદ્દી છે તું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance