હુ એક ગુજરાતી
હુ એક ગુજરાતી
હું તો એક ગુજરાતી,
હૈયાની દરિયાદિલી છે મારી ઓળખ,
સાહસ તો મારા મનમાં રમે,
રેતી માંથી રતન પેદા કરૂ,
જગતમાં મારી મહેનત એજ મારી ઓળખ,
અશક્યને પણ શક્ય બનાવું,
કઠિન પરિસ્થિતિમાં પણ હું નાં હારું,
સૈયર સાથે ગરબે રમુ,
તહેવારોમાં સાથે જમુ,
મિત્ર ભલે હોય ગરીબ, તોય સનમાન આપુ,
સંકટ સમયની હું સાંકળ બનું,
એવો ગુણવંતો ગુજરાતી ,
નદી ને દેવી માની પૂજા કરું,
દરિયાને પણ દેવ ગણું,
આસ્થા મારી રગે રગમાં વ્યાપેલી,
ઈશ્વરમાં આસ્થા ભરપુર રાખું,
ખમીરવંતી જાતી હું તો,
હિંમત મારી ઝંઝાવાતી,
કોઈનાથી નાં ડરું,
મારું મનડું કહે એ કરું,
દેશ વિદેશમાં હું ફરું,
મારી જાત નેપાક્કો ગુજરાતી સાબિત કરું,
હું એક ગુજરાતી, મારી ઓળખ ગુજરાતી,
જગતમાં ઘુમ મચાવું બની ગુજરાતી.
