'સંતાન હીરા બા તણાં!'
'સંતાન હીરા બા તણાં!'
મોદી અનોખા માનવી, અહેસાન જેવા લાગતા ભઇ,
ઓળખ અપાવી વિશ્વમાં, વરદાન જેવા લાગતા ભઇ !
મા ભારતીના સુત અનેરા, બુદ્ધિનો ભંડાર લાગે,
અવસર બને છે આપદા, અરમાન જેવા લાગતા ભઇ !
મનની કરે વાતો મજાની, સાંધતાં સેતુ અનોખો,
જન ગણ સકલના સાથમાં, ભગવાન જેવા લાગતા ભઇ !
ડંકો વગાડે વિશ્વમાં, થાતી કદર ભારત તણી ભઇ,
સંતાન હીરા બા તણાં, સન્માન જેવા લાગતા ભઇ !
'શ્રી' જન્મદિન મોદી તણો, મલકાય સપ્ટેમ્બર સતર,
માનવ્ય ઉરમાં સામટું, રમજાન જેવા લાગતા ભઇ !
