તૂટેલ ખાટલીએ મા રડે
તૂટેલ ખાટલીએ મા રડે
અવસર ગયા ચૂકી, હવે તર્પણ નથી કો' કામના,
ઉપકાર એના વિસરી, અર્ચન નથી કો' કામના,
આવાસ પડેલા સાંકડાં ! બે જીવ તો જીવ્યા અલગ !
ગંગા કિનારે શોધતા, દર્શન નથી કો' કામના,
બે પળ વીતાવે સાથ કો', મા બાપ એવું ઝંખતા,
સંવાદને કચકચ ગણી, કીર્તન નથી કો' કામના,
મૂડી કરી તે ખૂબ ભેગી, દઈ સમયનો ભોગ ભઈ,
તૂટેલ ખાટલીએ મા રડે, કંચન નથી કો' કામના,
પ્રશ્નાર્થ થઈ વાર્ધક્ય વેળા, પ્રશ્ન કરતી સામટા,
મૂંઝાય મરતો જીવ 'શ્રી', ક્રંદન નથી કો' કામના.
