તારા નામે કરી દઉં
તારા નામે કરી દઉં
લાવ તારા નામે આ જિંદગી કરી દઉં,
કવિતામાં તને મનગમતી વાત કરી દઉં,
લાવ કલમ ને કાગળ,
દિલની સોગાત તારા નામે કરી દઉં,
અઢળક શબ્દોની રજૂઆત તારા નામે કરી દઉં,
અંધકાર ભરેલા તારા જીવનમાં,
લાવ ચાંદનીનો ઉજાસ તારા નામે કરી દઉં,
રંગવિહિન તારા આ જીવનમાં,
લાવ મેઘધનુષ્યનાં રંગો તારા નામે કરી દઉં,
સૂનકાર ભરેલા તારા જીવનમાં,
લાવ સાત સૂરોની સરગમ તારા નામે કરી દઉં,
સહરાના રણ જેવા તારા જીવનમાં,
એક વરસતી વાદળી તારા નામે કરી દઉં,
અશ્રુઓની ખારાશ ભરેલા તારા જીવનમાં,
એક મુસ્કાનની મીઠી સરિતા તારા નામે કરી દઉં,
જો તું આપે મને મંજૂરી તો,
મારા જીવનની પળ પળ તારા નામે કરી દઉં,
સાવ પાનખર જેવા જીવનમાં,
આ વસંતનો ટહુકો તારા નામે કરી દઉં.

