બાપુ
બાપુ
બાપુ બોલે એ જ સત્ય કે સત્ય બોલે એ જ બાપુ ?
મુજ એકલાના બાપુ, એક એકલા ચાલ્યા બાપુ.
બાપુ રોજ શોધે છાપુ ને હું શોધું છાપામાં બાપુ.
બાપુ પાસે નોટો ઘણી ને નોટમાંય પાછા બાપુ.
નામ બાપુનું ઘણું મોટું એનાથી પણ એ મોટા બાપુ
કીર્તિ જન્મી પૈસાથી બાપુની ને કીર્તિ મંદિરમાં બાપુ.
એક તો મારા પોતાના ને એક મારા રાષ્ટ્રના બાપુ.
મને બંને પરમ વ્હાલા, એ પછી બાપુ હોય કે બાપુ !
બાપુને આઝાદી વ્હાલી ને આઝાદીમાં ખપ્યા બાપુ !
આઝાદીનો મતલબ પૂછત, હાજર હોત જો બાપુ !
