તું જ કહે
તું જ કહે
તું જ કહે, હું કેમ કરી સહુ ?
દંભી ખુશીઓ સ્વીકાર કરું ?
રક્તરંજીત હદય લઈને ફરું,
તો પણ હું ઉંહકાર ન કરું !
ખામોશી પિંખે ગિધ્ધ થઈ,
ને તોય હું ચિત્કાર ન કરું ?
કાચ સમ વિછિન્ન શમણાંઓ,
શું એ પણ તુજ ઉપકાર ગણુ ?
ઊગતી ઈચ્છાઓનો અગ્નિસંસ્કાર,
શું આંસુઓને જ ધબકાર કહું ?
