શબ્દોની સવારી કરી મે તો
શબ્દોની સવારી કરી મે તો
કલમ હાથમાં પકડી ત્યાંતો શબ્દો,
પાંખ વાળો ઘોડો બની આકાશે ઉડવા લાગ્યા,
હું પણ કલ્પનાની પાંખે એની સાથે ઉડવા લાગી,
તળાવ ઝરણા નદી સમંદર બાગ,
આકાશની મુલાકાત હું કરવા લાગી,
આ સ્વર્ગ સમી પ્રકૃતિ,
મારા હૈયે શબ્દો ઉગાવવા લાગી,
વિચારોના વમળમાં હું,
કલ્પનાના રંગે રંગાવા લાગી,
આકાશે ચાંદ તારા સાથે દોસ્તી કરવા લાગી
ચાંદામામા સાથે વાતો કરવા લાગી,
આ ઝાકળ બની ફૂલોને નવરાંવવા લાગી,
આ પતંગિયા બની બાગે ઘુમવા લાગી,
સુંદર ફૂલોને હું ચૂમવા લાગી,
પ્રકૃતિનો ખોળો હું ખૂંદવા લાગી,
સપનાની નગરીમા હું સહેલ કરવા લાગી,
માગી ઈશ્વર પાસે મે શબ્દોની ભેટ,
શબ્દો થઈ ગયા ડાહ્યા ડમરા,
હૈયે મારે આવીને વસી ગયા,
બસ જોને તમારી મુલાકાતે આવી ગયા,
તમે જ કહો કેવા લાગ્યા મારા શબ્દો ?
બસ એક આશ છે, શબ્દો થકી પાંખ મળે,
મૂલવવા સત્યને આંખ મળે,
બસ મારા પ્રયત્નો થકી મને સાખ મળે.
