વિશ્વ લેતું નોંધ એની
વિશ્વ લેતું નોંધ એની
રાહબર ગાંધી તણાં બનવું નથી,
પણ ખોડ કાઢે બાપુની અઢળક જગત,
સાચનાં પંથે કદમ ભરવું નથી,
પણ ખોડ કાઢે બાપુની અઢળક જગત.
મન વચન ને કર્મથી દિન એક,
માર્ગ સત્યનો ગ્રહી ચાલ તું,
કામ સાચું એક દિન કરવું નથી,
પણ ખોડ કાઢે બાપુની અઢળક જગત.
વિશ્વ લેતું નોંધ એની, નામ થ્યું જગમાં અમર,
છે ને ખબર આ વાતની ?
કોણ પૂર્વજ આપણાં ભણવું નથી,
પણ ખોડ કાઢે બાપુની અઢળક જગત.
સત અહિંસા ઉર ધરી, હંફાવતા એ,
સલ્તનત અંગ્રેજ કેરી મૂળથી,
હામ એવી આંજતા ફરવું નથી,
પણ ખોડ કાઢે બાપુની અઢળક જગત.
સાદગી તનમાં ધરી ને દોડતાં એ રાતદિન,
આઝાદ કરવા મા ભારતી !
ઓટલે બેઠાં પછી ખસવું નથી,
પણ ખોડ કાઢે બાપુની અઢળક જગત.
