સૂરજને કહો કે
સૂરજને કહો કે
સૂરજને કહો કે
બહુ ગરમી કરશો નહીં,
માનવે ખેલ બગાડ્યા કુદરતના !
કુદરતને કહો કે રૂઠશો નહીં,
પશુ પંખીઓનો વાંક કયો ?
બહુ ગરમી કરશો નહીં,
ભૂખ્યા તરસ્યા બેભાન થાય
પશુ પંખીઓ મરતા જાય,
પાણી છે જીવાદોરી
પાણીની અછત કરશો નહીં,
સૂરજને કહો કે,
બહુ ગરમી કરશો નહીં.
