STORYMIRROR

Jagruti rathod "krushna"

Romance Fantasy

3  

Jagruti rathod "krushna"

Romance Fantasy

વરસી જા ને અનરાધાર

વરસી જા ને અનરાધાર

1 min
196

સ્નેહભરી ઓ વાદળી !

વરસી જા ને અનરાધાર....!

મધુરી મોસમ આ પ્રેમની...

વીજ પણ કરે ચળકાટ...


ઘનઘોર ઘેરાયેલ વાદળ

છેડે જોને રાગ મલ્હાર..!

તરસ્યું આ ચાતક યુગલ

હતું પ્રતીક્ષામાં સ્વાતિ નક્ષત્રની 

કરી ઊંચી ડોક ધરે ચાંચ

વરસાદના હળવા ફોરા ઝીલવા

બોલ હવે કેટલું ઝૂરે....!


ધરા અને નભનું 

મિલન મધુરું કરાવને

મહેકી રહી આ માટી પણ

ભીંજાઈ આકાશની યાદમાં

વિરહમાં શમણાં જોઈ જોઈ થાકી આ આંખો,


જો તું આવે સ્વીકારીને મારી અરજ

છૂટાં મૂકું વહેણ હું પણ

બાંધીને રાખ્યા જે પાંપણે

વહી જાય તુજ સંગ

મલકાઈ મારા હોઠ

ભીતર ભરી વેદના

ન કોઈને દીસે...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance