STORYMIRROR

Rekha Patel

Fantasy

3  

Rekha Patel

Fantasy

જાળ જાદુગરની

જાળ જાદુગરની

1 min
195

અજબ ગજબની નગરી માયાની, 

મોટા મહેલમાં રહે એક રાજકુમારી, 


કેદ કરી છે તેને માયાવી જાળથી, 

કોઈ ન છોડાવી શકે તેને જાદુગરથી, 


ઘણાં ટોના ટુચકા અને અજમાવી વિદ્યા સંમોહનની,

થાય બધું અલપઝલપ, બની જાય વિસરી, 


રાજકુમારી વેદનાથી દિવસે રડતી ને રાતે રડતી, 

કોને સંભળાવે દુઃખભરી વાતો તેની ? 


પરીલોકથી છડી લઈને આવી એક પરી, 

પળવારમાં માયાવી મહેલથી છૂટી રાજકુમારી, 


હાથ માથે દઈને બેઠો જાદુગર, થઈ મનમાં ઉદાસી,

ના કામ આવી તેની અજબ માયાવી શક્તિ, 


"સખી" રાખ થઈ ગઈ તેનાં અરમાનોની, 

જોવા ફરી તેને કદી ન મળી રાજકુમારી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy