STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

જલ્દી આવે વરસાદ

જલ્દી આવે વરસાદ

1 min
172

ગરમીનો માહોલ કેવો છે ?

લોક થતાં પરેશાન

હજુ જેઠ આવ્યો નથી ને

રસ્તા પણ સૂમસામ,


પશુપંખીઓ હેરાન થતા

દાનાપાનીની ખોજ

મનમાં મનમાં આશા જાગતી

સૂરજ આકરો ના થાય,


અચાનક ધૂળની ડમરીઓ ઊડી

વાદળો પણ ઉમટ્યાં

કાળા કાળા વાદળોથી

આકાશમાં આશા દેખાય,


ધીમે ધીમે છાંટા પડયા

લોકોને થઈ હાશ !

વીજળી ચમકી વાદળો ગરજ્યા

પડે ધોધમાર વરસાદ,


આનંદ તેથી લોકોને થતી

વરસાદને વધાવતા

કોઈકે લીધી છત્રી હાથમાં

કોઈકે લીધો રેઈનકોટ,


નાના નાના બાળકો પાણીમાં

કરતા છબછબિયાં

કુદરતની લીલા કેવી ?

કરું છું હું વર્ણન


તો આપણે કરીએ પ્રાર્થના

જલ્દી લાવે હવે વરસાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama