માત્ર તું
માત્ર તું
સ્વર તારો સુરીલો, સ્પર્શ તારો સુંવાળો
સુગંધ તારી પ્યારી, શ્વાસ તારો હૂંફાળો,
સ્વાદ તારો ન્યારો, હોઠ જામનો પ્યાલો
દર્શન તારું દુર્લભ, લાભ એનો નિરાળો,
તારા નયનોમાં ચંચલતા, તારા ચહેરાનો પ્રકાશ
તારી ચાલમાં સરળતા, તારી વાણીનો વિલાસ,
તારા હસ્તની કોમળતા, તારા પગરવનો આભાસ,
માત્ર તું અને કેવો સુંદર તારો મારો આ સહવાસ !

