STORYMIRROR

Hiren Maheta

Fantasy Inspirational Others

4  

Hiren Maheta

Fantasy Inspirational Others

સાત સૂરોનું સગપણ મારું

સાત સૂરોનું સગપણ મારું

1 min
53

સાત સૂરોનું સગપણ મારું શબ્દ સજાવી લાવે,

રોજ સવારે મેઘધનુષી સાતેય રંગ સજાવે.


સૂર જો ‘સા’નો હું છેડું તો સાત સવારો મહેંકે,

‘રે - રે - રે - રે’ એમ કહેતાં મોર બનીને ગહેંકે,

સાત સમંદરની લહેરોમાં રોજ મને પલળાવે,

સાત સૂરોનું સગપણ મારું શબ્દ સજાવી લાવે...


કંઠે ‘ગા’ નો સૂર નીકળે ત્યાં ખીલી જાતું વાદળ,

‘મા’નો સૂર ભરી શ્વાસોમાં બાળક દોડે પાછળ,

દુનિયાના એ સાત અજબને સૂર મહીં ઓળખાવે, 

સાત સૂરોનું સગપણ મારું શબ્દ સજાવી લાવે...


‘પ-ધ-ની-સા’ પ્રેમ ભરીને હું ઉલટથી ગાતો,

આંખોથી હું હરખ ઉલેચું તોય ના ધરાતો,

સાત સવારે ટહુકો મૂકી ગીત મને સમજાવે,

સાત સૂરોનું સગપણ મારું શબ્દ સજાવી લાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy