Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Manek

Romance Fantasy Others

4.5  

Vinod Manek

Romance Fantasy Others

મુગ્ધાવસ્થાનું ગીત

મુગ્ધાવસ્થાનું ગીત

1 min
26


મોસમની મઘમઘતી કેડીએ, આંબાની મંજરીનું ફૂટવું

વાસંતી વાયરાનો હાથ ઝાલીને, પ્રણયનું આયખામાં મ્હોરવું

સખી ! આવું તે કોને જઈ કહેવું ?


પ્રેમનાં પગથારે પહેલો પગ પાડ્યો

જાણે લીલા ખેતરમાં ઊભો ચાડીયો !

ચોરે ને ચૌટે એની ચર્ચા ફેલાણી

ઘેલી છોરી થઈ છે જુઓ ફલાણી

આંગળીનું દાંત વચ્ચે રાખી મલકવું

ન્હોતી ખબર યૌવન ફૂગ્ગાનું ફૂટવું...સખી !


ટપ-ટપ આભમાંથી ટીપાંનું પડવું

ને શમણાંનું વરસાદી રંગે રંગાવું

સૂકી ધરામાં વળી તરણાંનું ફૂટવું

ભીની-ભીની માટીનું કેવું મ્હેકવું

રુદિયાના આસમાને મેઘધનુ ઊગવું

યૌવનનું સોળ કળાએ જઈ ખીલવું...સખી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance