ફિદા
ફિદા
તારા વચનનો હું છું કાયલ,
શબ્દો પર તારા હું છું ફિદા,
નિર્દોષ તારું વદન કરે ઘાયલ,
સ્મિત પર તારા હું છું ફિદા,
નયનમાં તારી ભર્યું છે કાજલ,
તારી ઢળતી નજર પર હું છું ફિદા,
શણગાર કર્યા છે તે તો ફાજલ,
સાદગી પર તારી હું છું ફિદા,
કર સ્વીકાર પ્રેમથી આ ઘાયલ,
દિલ પર તારા હું છું ફિદા.