ચોમાસું
ચોમાસું


લે હવે ચોમાસું બારેમાસ હોય છે.
કો'ક એવું મારામાં ખાસ હોય છે.
પ્રેમમાં તો દિલ ઘવાતું હોય છે.
વાયરા સમ કો'ક વાતું હોય છે.
ગાતી કોકિલા મધુર ગીત હોય છે.
કાળજું મારુ ચિરાતું હોય છે.
જ્યાં નામ લખવાનું બાકી હોય છે.
એજ પાનામાં જીવાતું હોય છે.
વિસરાઈ ગયા સૌ શબ્દો હોય છે.
બસ, મૌન ચહેરે કળાતું હોય છે.