ખુશી પામતો
ખુશી પામતો
સ્મિતથી સઘળા ખોલે લોકર
મીત બને કદી બને છે લોફર.
દોડે ભાગે ને ખાતો એ ઠોકર
કરે સઘળા કામ ઍ ફોગટ.
હસતો કદી એ તો નાહક
હૃદયથી રડતો લાગે જોકર.
હારતો ને કદી એ જીતતો
ગુમાવીને કદી ખુશી પામતો.
કઠપૂતળી બનીને ખેલ ખેલતો
શિરપાવમા મળે એને તાળીઓ.
આંખોથી રડતો લાગે જોકર.........