શિકારી
શિકારી


નેહભરી નજર અમારી નથી કૈં શિકારી.
"ના" તમારા મુખેથી વળી નથી કૈં ઈન્કારી.
નયનનું મળવુંને ઉર સોંસારવું ઊતરવું,
આગમન સદૈવ ગમતું હરપળ આવકારી.
હોય છે 'હા' તમારી 'ના' માં છૂપાયેલી સદા,
તમેય ચાહો છો સંગતને રહો છો તિરસ્કારી.
હાથ હૈયાંને મસ્તક વચ્ચે નથી દેખાતું સંકલન,
છોડી તો જૂઓ મુજને કહું છું આજે પડકારી.
યાદ તમારી અહર્નિશ કબજો ઉરે જમાવતી,
એ યાદ સંગાથે સ્વપ્ન સોનેરી રહું શણગારી.