વ્હાલ
વ્હાલ


આજ મેં આંગણે વાવ્યું છે વ્હાલ,
પ્રીતે ભરપૂર રહેશે મારુ આ સાલ.
વેરઝેર ભૂલીને જોઉં છે,
સંબંધોને ન ખોઉ છે,
ભૂલવી મારે અણગમતી એ કાલ,
આજ મેં આંગણે વાવ્યું છે વ્હાલ.
જરાક કો બોલે તીખા બોલ,
નવ ખોટો કરીશ હું મોલ,
બદલાશેમાણસોનીય ચાલ,
આજ મેં આંગણે વાવ્યું છે વ્હાલ.