STORYMIRROR

Goswami Bharat

Romance

3  

Goswami Bharat

Romance

મિલન

મિલન

1 min
11.5K

પ્રણયનો ગુલાબ આવશે,

મિલનનો જવાબ આવશે,


ભવોભવની ભાગીદારીનો,

ચોખોચટ હિસાબ આવશે,


સિંચન કરેલા નવા બાગમાં,

ભર વસંતની છાબ આવશે,


સુખ દુઃખથી સમરસ ભર્યા,

દિવસો નો સૈલાબ આવશે,


કરી છે રજવાડી તૈયારીઓ

જરૂર કોઈ નવાબ આવશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance