STORYMIRROR

Vibhuti Desai

Romance Fantasy

4  

Vibhuti Desai

Romance Fantasy

શ્રાવણી મેઘ

શ્રાવણી મેઘ

1 min
23

આવો તો મધ મીઠો રસ પીવડાવવું તમને,

વિશાળ હ્રદયનાં ભીતરમાં સમાવું તમને.


બાગો મહીં ફૂલોની સંગાથે પતંગિયું બની,

મધુરી સુરભિ સંગે વાયરે લહેરાવું તમને.


આમ પાનખરનાં ભયથી શું કામ ગભરાવો છો ?

સુરભિનાં વાયરાનો વિંઝણો વિંઝાવું તમને.


શ્રાવણી મેઘ ભીંજવે ત્યાં હૈયું થનગને બધે,

મારા ભીતરનાં ભાવેથી ભીંજાવું તમને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance