STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

ગીત મધુરાં ગુંજ્યાં

ગીત મધુરાં ગુંજ્યાં

1 min
166

નમણે નમણાં નયન મળ્યાં,

મન મોતીડાં મલક્યાં

શબ્દો સળવળ્યા અમી ઝર્યા,

ગીત મધુરાં ગુંજ્યાં,


ચકરાવો લેતાં ચિત્ત ખળભળ્યાં,

વહાલ ઉરે રે લટક્યાં

સ્વપ્ન વસંતે સુમન ખીલ્યાં,

ગીત મધુરાં ગુંજ્યાં


બોલ મીઠડે હોઠ મરક્યા,

પંખી કલરવ છલક્યાં

રંગોળી રંગાઈ દીપ પ્રગટ્યા,

ગીત મધુરાં ગુંજ્યાં,


સપ્તપદીએ આ જીવન રંગ્યાં,

લાલીએ ગાલ ગોરાયા

ચાંદની રમાડે આભ અજવાળાં,

ગીત મધુરાં ગુંજ્યાં,


સ્નેહ ફૂલડાં ઉપવને હરખ્યાં,

ને ઝાકળ મોતી ઝીલ્યાં 

ગીત મધુરાં ગુંજ્યાં, ગીત મધુરાં ગુંજ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance