તું કહે તો
તું કહે તો
તું કહે તો એક સોનેરી સપનું આપું
મારા હિસ્સાનું આખું આયખું આપું,
તું કહે તો ખુશીઓનું આકાશ આપું,
રંગ બેરંગી તારલાથી એને સજાવું,
તારા જીવનનું આકાશ ચમકાવું,
તું કહે તો,
તું કહે તો તારા હોઠ પર સ્મિત આપું,
આ દુનિયાનો હાસ્યનો ખજાનો તારે નામ કરું,
હાસ્યના અણમોલ મોતી તારે નામ કરું,
તું કહે તો,
તું કહે તો આ હૃદયનો ધબકાર તારે નામ કરું,
તારી બેજાન લાશ જેવી જિંદગીમાં નવા પ્રાણ પૂરું,
તું કહે તો મહોબ્બતની જાગીર તારે નામ કરું,
તું કહે તો.

