રૂડો શિયાળો
રૂડો શિયાળો
આવ્યો આ રૂડો શિયાળો,
મળે જો સાથ તારો હુંફાળો.
ચાલ ફરિયાદ સઘળી સળગાવી, તાપણું કરીએ,
મારું તારું ભૂલી, આપણું એમ હવે કહીએ.
આપણો બંનેનો સાથ છે સૌથી નિરાળો,
હેતેથી વધાવો આવ્યો આ રૂડો શિયાળો.
નજાકત હોય પ્રકૃતિ કે પ્રણય કેરી,
વ્યર્થ ના જાય મોંઘેરી ભેટ પ્રભુની.
મસ્ત મસ્ત આ જીવનને દિલથી નિહાળો,
હેતેથી વધાવો આવ્યો આ રૂડો શિયાળો.

