મને ગમે છે
મને ગમે છે
તારા સુંદર ચહેરાને,
નિરખવાનું મને ગમે છે,
તારી આરસની મૂર્તિ બનાવી,
પૂંજવાનું મને ગમે છે,
તારી નજરમાં નજર મેળવી,
ભાવો વાંચવા મને ગમે છે,
તારી મૌન ભાષાને પણ,
સમજવાનું મને ગમે છે,
તારા તિરછા નયનોમાં,
કાજળ આંજવું મને ગમે છે,
તારી ઊડતી ઝુલ્ફોમાં,
છૂપાવવાનું મને ગમે છે,
તારા ગુલાબી અધરોનું,
રસપાન કરવું મને ગમે છે,
તારા નિખરતા યૌવનમાં,
મદહોશ બનવું મને ગમે છે,
તારી લટકાળી ચાલ જોઈને,
થનગનવું મને ગમે છે,
તારી આસપાસ મધુકર બનીને,
ગણગણવું મને ગમે છે,
તારા પ્રેમભર્યા આલિંગનની,
હૂંફ માણવી મને ગમે છે,
"મુરલી" તુજને લૈલા બનાવી,
મજનુ બનવું મને ગમે છે.

