STORYMIRROR

Mansi Desai

Romance

3  

Mansi Desai

Romance

તું અને હું જાણે દરિયો

તું અને હું જાણે દરિયો

1 min
163


તું અને હું,

કંઈક એમ જાણીતા થયાં,

જાણે બે દરિયા એક જ કિનારે મળ્યા,


કેટલાય ભવના ભાવ મળ્યા,

તો એકબીજાના હાવ-ભાવ ભળ્યા.

ત્યાર સુધી જેટલાં ઘા બળ્યા,

એટલા જ ઘા નાં રુજાણા જળ્યા.


એ સમય સાથે કંઈક અલગ જ રીતે પસાર થયાં,

કહી શકાય કે,

દુનિયાથી બેભાન જ રહ્યાં.


જ્યારે ભાન આવી ત્યારે ખબર પડી કે,

તું ને હું,

કંઈક એમ અજાણ્યા થયાં,

જાણે એક જ દરિયાનાં બે કિનારા થયાં.


Rate this content
Log in