તમે સંભાળી લેજો
તમે સંભાળી લેજો
સાથે સાથે ચાલતા ચાલતા,
જો ઠોકર લાગે તો,
તમે સંભાળી લેજો,
જીવનના પથ પર આવે કોઈ અડચણ,
અને અમે અટકી જઈયે તો,
તમે સંભાળી લેજો,
જિંદગીનું ગણિત સાવ કાચું છે અમારું.
જિંદગીનાં સમીકરણ આવે ક્યાંય અડચણ તો,
તમે સંભાળી લેજો,
જીવનપથ પર ચાલતા ચાલતા,
ગુમનામ ગલીઓ અટવાઈ જઈયે તો,
ભોમિયો બની,
તમે સંભાળી લેજો,
જીવનની મુશ્કેલીઓથી ગભરાઈ,
હારી જઈયે અમે,
ત્યારે મજબૂત ખભો આપી,
તમે સંભાળી લેજો.

