મુજને ગમે છે
મુજને ગમે છે
તારો મધુર ટહૂંકો મુજને ગમે છે,
તેમાં સૂર મેળવવો મુજને ગમે છે,
તારા સૂરમાં પંચમ સૂર લગાવીને,
પ્રેમનો તરાનો ગાવો મુજને ગમે છે,
તિરછી નજર તારી મુજને ગમે છે
તેનાથી ઘાયલ થવુ મુજને ગમે છે,
તિરછી નજરથી ઘાયલ બનીને,
તારા દિલમાં વસવું મુજને ગમે છે,
તારા ગુલાબી અધર મુજને ગમે છે,
અધરોના શબ્દો પણ મુજને ગમે છે,
તે શબ્દોથી ગઝલની રચના કરીને,
પ્રેમની ગઝલ ગાવી મુજને ગમે છે,
નિખરતું યોવન તારું મુજને ગમે છે,
યૌવન રસમાં ડૂબવું મુજને ગમે છે,
તે યોવન રસમાંથી શાહી બનાવીને,
પ્રેમની શાયરી લખવી મુજને ગમે છે,
તારા કોમળ હાથ મુજને ગમે છે,
તેમાં જામનો પ્યાલો મુજને ગમે છે,
જામ પી ને મદહોંશ બનીને "મુરલી"
પ્રેમની કવાલ્લી ગાવી મુજને ગમે છે,

