ક્યાં જરૂરત છે
ક્યાં જરૂરત છે
જીવન જીવવા થોડા શ્વાસોની જરૂરત છે,
આ કાતિલ પવનની ક્યાં જરૂરત છે,
પ્યાસ બુઝાવવા માટે એક બુંદની જરૂર છે,
આખે આખા વાદળની ક્યાં જરૂરત છે,
તમે અમારા છો,
એટલું કાફી છે,
સાવ સમીપ રહેવાની ક્યાં જરૂરત છે,
અંધકારને દૂર કરવા માટે એક દીપક ઘણો છે,
આમ આખે આખા આકાશની ક્યાં જરૂરત છે,
આ હૈયાને ઘાયલ કરવા ક્યાં કોઈ હથિયારની જરૂરત છે,
તમારી ધારદાર એક નજર કાફી છે.

