તફાવત
તફાવત
દોસ્તી અને પ્રેમમાં બહુ તફાવત
છતાંય બંનેનું નામ છે યથાવત,
દોસ્તીનો ના થાય ક્યારેય અસ્ત,
પ્રેમની ના થાય ક્યારેય પતાવટ,
દોસ્તી જો હોય લાલ ગુલાબ મસ્ત,
પ્રેમ છે ગુલાબની ફેલાતી સુગંધ મદમસ્ત,
દોસ્તી જો લાગણીથી ભરેલું હૃદય તો,
પ્રેમ છે હૃદયમાં ધબકતી ધડકન વ્યસ્ત,
દોસ્તીનું નથી કંઈ લોહીનું નામ ઠામ,
તો પ્રેમ છે રગે રગમાં ફરતું રક્ત.

