STORYMIRROR

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

સમી સાંજે

સમી સાંજે

1 min
192

કેવી સિંદુર વરણી રંગોળી પુરી છે

ખુલ્લાં આકાશમાં


સ્નેહનાં સથવારે મળે જો સાજનનો સાથ

શબ્દો વગરની સૂની છે સાંજ અને હોય પિયુનો હાથ


દિલમાં પ્રેમની આશ છે, લહેરોની વણજાર છે

કાળા, ધોળા વાદળોની મસ્તીભરી ભાત છે


સમી સાંજે સાજન અને હું મળીએ તો શું વાત છે !

ઉકેલીએ આંખોની ભાષા અમેં મૌન બનીને


ઢળતો સૂરજ, પંખીઓનાં કલરવ પુરે છે સંગીત

લાગણીઓ વહાવીને એકબીજા તરસે છે મન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance