વરસાદી ટહુકા
વરસાદી ટહુકા
વાદળો બંધાણા અને થયો ગડગડાટ,
અષાઢી મેઘનો વાયરો વાયો અને
ઝરમર વરસી ધાર,
મોસમનાં આ પહેલાં વરસાદથી
માટીની મહેક મહેકી,
મને યાદ આવી તારી ને મારી એ
પહેલી મુલાકાત,
મોરનાં ટહુકાને, કોયલની એ મીઠી સુરીલી બોલી,
વરસાદી વાંછટે પલળીને હૈયું મારું હાથ ન રહ્યું,
એક આથમતી સાંજ અને હાથમાં હોય તારો હાથ,
થયો વીજળીનો ચમકારો અને સહેમીને લીધી બાંહોમાં,
ધક ધક ધડકે મારું હૈયું અને દિલમાં છે તારું નામ,
તું અને હુંમાંથી આપણે એક થયાં નથી કંઈ ભાન,
તારા અસ્તિત્વમાં ઓગળીને ભૂલી
હું સાનભાન,
હોઠોથી હોઠ મળ્યાને ટકરાણા છે
હૂંફાળા શ્વાસ,
કયારેય ન ભૂલીશ હું આ અષાઢી મેઘની એ રાત.

