STORYMIRROR

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

ગુલાબી ઠંડી

ગુલાબી ઠંડી

1 min
736

શિયાળાની ગુલાબી ઠંડીમાં 

ધુમ્મસને પેલે પાર મારા સાજનની યાદ છે, 


પંખીઓનો કલશોર, અને ખીલેલાં

પુષ્પોનાં હાસ્યમાં મારા સાજનનો

ખિલતો ચહેરો છે, 


સાથે બેસીને માણીએ ગરમ આદુવાળી ચા નો આસ્વાદ

એ જ ચાનાં ધૂમાડામાં સાજનનો સાથ છે,


એક એવું કર્યુ સ્મિત મારા સાજને કે વારી ગઈ હું તો જનમો જનમ

આ ભવમાં જ પ્રીત છે,


આજે લઉં છું એક સંકલ્પ કે છોડીશ નહીં મારા સાજનનો સાથ,

ઝરુખામાં બેસેલા મારાં સાજનનો હસતો ચહેરો બસ દિલમાં વસી ગયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance