કુદરતની કરામત
કુદરતની કરામત
સુંદરતાની છો મૂરત શું કરું હું વખાણ આપનાં,
આસમાનથી ઉતરી જાણે હૂર પરી કાયનાત,
ડૂબી જાઉં હું તારી ઝીલ જેવી ભૂરી આંખોમાં,
કુદરતની કરામત કહું કે સપનાંની પરી તમને,
જોઈ તારું મુખડું દિલનાં તાર પણ ઝણઝણે,
નાજુક, નમણી પદમણી જાણે ઘડી ફુરસદે,
લાગે મને જાણે જોઉં હું બંધ આંખોથી સપનું,
કાશ ! આ ન હોય સપનું આવી જા ઓ પિયા.

